સ્ટીવ જોબ્સ : જેની ત્રણ શોધે દુનિયા બદલી

by 8:00 AM 0 comments
સ્ટીવ જોબ્સ : જેની ત્રણ શોધે દુનિયા બદલી-->>ત્રણ શોધ જેણે દુનિયા બદલી

આઇપોડ- મારા હાથમાં સંગીત
...
૨૦૦૧માં એપલને ૫ ગીગાબાઇટનું પહેલું આઇપોડ લોન્ચ કર્યું. તે ખૂબ જ નાનું મ્યૂઝિક પ્લેયર ડિવાઇસ હતું. કંપનીએ કહ્યું કે આ ડિવાઇસમાં પાંચ હજાર ગીતો સ્ટોર કરી શકાશે. આ માર્કેટિંગ રણનીતિથી સોનીના વોકમેનને ટક્કર આપી એટલું જ નહિ, પણ તેને બજારમાંથી વિદાય કરાવી.

આઈફોન- સુંદર ટચસ્ક્રીન

૨૦૦૭ની શરૂઆતમાં એપલે આઇફોનની જાહેરાત કરી અને વર્ષના મધ્યમાં તે લોન્ચ પણ કર્યો. ટચપેડ ટેક્નોલોજી અને તેના ઇન્ટરફેસે ધૂમ મચાવી તેના એકવર્ષ પછી આવ્યું આઇફોન૩જી, જેના તેજ ડેટા ટ્રાન્સફરથી ગ્રાહકોને જબરદસ્ત દિલચસ્પી ઊભી થઇ.

આઈપેડ-મારા હાથમાં કમ્પ્યૂટર

ટેબલેટ કમ્પ્યૂટરની દુનિયામાં એપલે પહેલો ધડાકો કર્યો. ૨૦૧૦માં આવેલું આઇપેડ ફટાફટ વેચાઇ ગયું. ટચપેડ ટેક્નોલોજી આધારિત આ અલ્ટ્રાપોટેંબલ કમ્પ્યૂટરના કેટલાક કર્મચારીઓ ઉપરાંત તેના ઇન્ટરફેસ, તેજ પ્રોસેસર અને સ્પષ્ટ પિક્ચર કવોલિટીના કારણે લોકોએ ખૂબ પસંદ કર્યું.

-->>ત્રણ ખૂબીઓ જેણે જીત્યું વિશ્વ

-સામાન્ય માણસની જરૂરિયાત ઓળખી

સ્ટીવ કહેતા હતા કે - જ્યાં સુધી તમે વસ્તુ બનાવશો ત્યાં સુધી નવી વસ્તુ માગશે આથી જ વિશ્વ જ્યારે વોકમેનની વાત કરતું હતું ત્યારે તેમણે ૧૦૦૦ ગીતો આઈપોડમાં સમાવીને લોકોના હાથ સુધી પહોંચાડી દીધા.

-ડિઝાઈન એવી જે દ્રષ્ટિ પડતા જ ગમી જાય

એપલની શરૂઆતના પ્રોડકટસ જોબ્સના મિત્ર અને એન્જિનિયર સ્ટીવ વોજનિયાકે બનાવ્યા હતા, પરંતુ જોબ્સ ડિઝાઈનર સારા હતા. તેમણે કેલીગ્રાફી (લેખન કળા)થી તેમાં નિપુણતા હાંસલ કરી હતી. કમ્પ્યૂટર ફોન્ટ બનાવતી વખતે તેમને તેનો લાભ મળ્યો હતો.

-સફળતાનો મંત્ર માર્કેટિંગની કળા

તેમણે પ્રથમ કમ્પ્યૂટર બનાવતા પહેલાં જ તેને વેચવા માટે એડવાન્સ ઓર્ડર મેળવી લીધા હતા. આ વ્યૂહરચનાને કારણે તેમના આઇપોડ, આઇફોન અને આઇપેડ લોકોએ લાઇન લગાવીને ખરીધ્યા.

-->>ત્રણ અનુભવ : ત્રણ મોટા દુ:ખદ વળાંક

-જન્મ થતાં જ માતા-પિતાએ છોડી દીધા

-જોબ્સનાં માતા-પિતા અપરિણીત હતાં. તેથી સ્ટીવને દત્તક આપી દેવામાં આવ્યા હતા.

-સ્થાપેલી કંપનીમાંથી જ કાઢી મુકાયા : પોતાના મિત્ર વોજિનિયાકની સાથે મળીને તેમણે એપલ કંપની શરૂ કરી હતી, પરંતુ એપલમાંથી જ તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા.

-->>કેન્સરે આંચકો આપ્યો :૪૯ વર્ષની વયે તેમને પેન્ક્રિયાટિક કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું હતું. તેમને ઘણા સમય પહેલાં અંદાજ આવી ગયો હતો કે મૃત્યુ નજીક છે. ૨૧ નવેમ્બરે સ્ટીવની બજારમાં મુકાનારા જીવનચરિત્રમાં આ વાત લખાઇ છે. વોલ્ટર આઇજેકસનનું આ પુસ્તક ૨૧મી નવેમ્બરે બજારાં મુકાશે.

-->>જીવન યાત્રા : અસ્ત-વ્યસ્ત બાળપણ

સિરિયાના મુસ્લિમ વિદ્યાર્થી અબ્દુલ ફતેહ જોન જંદાલી અને જોઆન શિબલે લગ્ન પૂર્વે જ જન્મેલા પોતાના સંતાનને અનાથાશ્રમમાં સોંપી દીધું. પણ તેમની શરત હતી કે તેમના બાળકને દત્તક લેનાર પરિવાર ભણેલો ગણેલો હોય. કેટલાક દિવસ પછી અનાથાશ્રમને કેલિકોર્નિયા નિવાસી નિ:સંતાન આર્મેનિયાના પરિવાર પોલ અને કલારા જોબે બાળકને દત્તક લેવાની દરખાસ્ત મોકલી. તેમને બાળક સોંપી દેવામાં આવ્યું.

તેને નામ મળ્યું સ્ટીવન પોલ જોબ્સ. મજુરી કરીને પેટિયું રળતા જોબ્સ પરિવાર વિષે જ્યારે સ્ટીવની માતા જોઆન શિબલને ખબર પડી ત્યારે તેણે સખત વાંધો લીધો. છ મહિના સુધી તે બાળકને દત્તક આપવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા રાજી ના થઈ. આ ખેંચતાણની સ્ટીવના જીવન પર ભારે અસર પડી. મંદિરમાં ભોજન : જોબ્સ પોતાના ખર્ચને વેઠવા કોકની ખાલી બોટલ વેચતા હતા. સ્થાનિક હરે રામ હરે કૃષ્ણ મંદિરમાં મફત ભોજન કરતા હતા.

-->>ભારતમાં : આવ્યો એપલનો વિચાર

ભારત આવવા માટે જોબ્સે ૧૯૭૪માં વીડિયો ગેમ બનાવનારી કંપની અટારીમાં નોકરી કરી. પછી તે હપિ્પીના રૂપમાં ભારત આવ્યા. તેમની સાથે કોલેજના મિત્ર ડેનિયલ કોટકે પણ હતા, જેઓ આગળ જતાં એપલના પ્રથમ કર્મચારી બન્યા. નૈનીતાલમાં તેઓ બાબા નીમકરોલીના કૈંચી આશ્રમમાં રહ્યા. બાબાને તેમના અનુયાયી હનુમાનનો અવતાર માનતા હતા. જોબ્સ અહીં આધ્યાત્મ સાથે સંકળાયા. જોબ્સને ભારતને તેમની કલ્પના કરતાં વધારે ગરીબ હોવાનું લાગ્યું. પરંતુ તેમને એ જાણી આશ્ચર્ય થયું કે આવી સ્થિતિમાં પણ અહીં આટલી સાદગી અને પવિત્રતા છે.

ભારતથી અમેરિકા પાછા ફરતાં તેમણે મોર્થે મુંડન કરાવી લીધું અને બૌદ્ધ બની ગયા. તેમનાં વસ્ત્રોમાં ભારતીય છાંટ જોવા મળતી હતી. તેઓ સાદગીને પસંદ કરતા હતા. જોબ્સે અમેરિકા પાછા ફરીને પોતાના મિત્ર સ્ટીવ વોજનિયાક સાથે એપલની સ્થાપના કરી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત યાત્રા દરમિયાન તેમને આ કંપની વિષે વિચાર આવ્યો હતો.

-->>૫૬ વર્ષની જિંદગી સંઘર્ષથી મળી સફળતા

-ગેરેજથી શરૂ થઈ સફળતાની સફર

-૨૧ વર્ષની ઉંમરે (૧૯૭૬) પિતાના ગેરેજમાં એપલ કંપનીનો પ્રારંભ કર્યો. ત્યાં તેમણે તથા મિત્ર વોજિનિયાકે કમ્પ્યૂટર સિર્કટ બોર્ડ બનાવ્યું. એપલ - ૧ કમ્પ્યૂટર બનાવ્યું. કિંમત ૬૬૬.૬૬ ડોલર (રૂ. ૩૨,૭૩૪.૩૪)

-૨૨ વર્ષની ઉંમરે (૧૯૭૭) એપલ - ૨ કમ્પ્યૂટર બનાવ્યું. આ પહેલું પર્સનલ કમ્પ્યૂટર હતું જેના પર રંગીન ગ્રાફિકસની સુવિધા હતી. તેની કિંમત ૧૦ લાખ ડોલર હતી.

-૩૦ વર્ષની ઉંમરે (૧૯૮૫) કંપની છોડવી પડી.

-->>પરંતુ હાર ન માની...

-૩૧ વર્ષની ઉંમરે જોબ્સે કમ્પ્યૂટર સિસ્ટમ બનાવનારી કંપની નેકસ્ટની શરૂઆત કરી. તે વર્ષે તેમણે એક કરોડ ડોલરમાં પિકસર કંપની ખરીદી.

-૩૪ વર્ષની ઉંમરે (૧૯૮૯) જોબ્સે પર્સનલ કમ્પ્યૂટર લોન્ચ કર્યું.

-૪૦ વર્ષની ઉંમરે (૧૯૯૫) જોબ્સે કમ્પ્યૂટર નિર્માણ છોડીને કમ્પ્યૂટર એનિમેશન ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. ૧૯૯૫માં ટોય સ્ટોરી નામની આ કંપનીની ફિલ્મે દુનિયામાં ૩૫ કરોડ ડોલરની કમાણી કરી. ત્યારબાદ ‘એ બગ્સ લાઈફ’, ‘ફાઈન્ડિંગ નીમો’ તથા ‘મોન્સ્ટર્સ ઈંક’ જેવી ફિલ્મો પણ બનાવી.

-૪૧ વર્ષની ઉંમરે (૧૯૯૬) તેમની કંપની નેકસ્ટને એપલે ૪૦.૩ કરોડ ડોલરમાં ખરીદી.

-->>નાની શરૂઆત

-૧૯૭૬માં જોબ્સે મિત્ર બોજનિયાક સાથે મળીને એપલ કંપની શરૂ કરી. પહેલું કમ્પ્યૂટર ૬૬૬ ડોલરમાં બનાવ્યું.

-->>ઝડપી પ્રગતિ

-૧૯૮૨ સુધીમાં ગેરેજમાં શરૂ થયેલી એપલ કંપની એક અબજ ડોલરની બની ગઈ.

-->>મુશ્કેલીમાં મક્કમ

-૧૯૯૭માં ફરી એક વખત એપલમાં સ્ટિવ જોબ્સ પરત આવ્યા. નુકસાનમાં ચાલતી કંપનીને ઉગારી.

-૨૦૧૦માં આઈપેડ લોન્ચ કરીને તેમણે હરીફોને ઘણા પાછળ રાખી દીધા.
મને સ્ટીવ ની એક વાત ખુબ જ સારી લાગી અને તે હતી "Sometimes life hits you in the head with a brick. Don't lose faith"

ravi tuwar

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.

0 comments:

Post a Comment